મોરબીમાં છોકરી કેમ ભગાડી ગ્યો, કહી ટાંટિયા ભાંગી નાખ્યા

- text


મોરબી : મોરબીની સબજેલ નજીક રાવળદેવ યુવાનને તું અમારી જ્ઞાતિની છોકરીને કેમ ભગાડી ગયો હતો તેમ કહી ત્રણ શખ્સોએ હુમલો કરી ટાંટિયા ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ દેવાભાઇ રાજુભાઇ મુંજારીયા, ઉવ.૨૧ ધંધો ડ્રાઇવીંગ રહે રવાપર ધુનડા રોડ જવાળામુખી મેલડી માતાના મંદીર ની બાજુમાં તા.જી.મોરબી વાળાને સિકંદર ઉર્ફે સિકલો અને બે અજાણ્યા ઇસમો રહે. બધા મોરબીવાળાઓએ લીલાપર રોડ સબજેલની પાસે વજેપરના ઢાળીયા પાસે ઉભો રાખી અમારી જ્ઞાતિની છોકરી કેમ ભગાડી ગયો હતો અને સમાધાન કરવા કેમ નથી આવતો કહી માર માર્યો હતો.

- text

વધુમાં આરોપીઓએ સમાધાન માટે નહીં આવતા રાવળદેવ યુવાનને લોખંડના પાઇપ વડે હાથ-પગ ઇજાઓ કરી જેમા જમણા પગમાં ફેકચર જેવી ઇજા તથા ડાબા પગમાં તથા જમણા હાથમાં મુંઢ ઇજાઓ કરી ફરીને મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text