રાજકોટ સંદેશ ચેનલના પત્રકાર રહીમ લાખાણી ઉપર ભાજપ અગ્રણીનો હિચકારો હુમલો

- text


કારનું વ્હીલ પગ ઉપર ફેરવી દેતા ટપારતા ભાજપના નેતાનો ગુસ્સો સાતમા આસમાને : ગળું દબાવી શ્વાસ રૂંધી નાખ્યો

મોરબી : રાજકોટ સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર રહીમ લાખાણી ઉપર રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે જ ભાજપ અગ્રણીએ ગુંડાગીરી આચરી સરાજાહેર ગળું દબાવી શ્વાસ રૂંધી નાખવાનું ઘાતકી કૃત્ય આચરતા પત્રકાર આલમમાં રોષની લાગણી ફાટી નીકળી છે.

સતાના મદમાં છકેલા રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ગૌતમ કાનગડ દ્વારા ચોથી જાગીર ઉપર હુમલાની આ હીન ઘટના અંગેની વિગતો જોઈએ તો અગાઉ મોરબીમાં પત્રકાર તરીકે કામગીરી કરતા અને હાલમાં મોરબી સંદેશ ન્યુઝ ચેનલમાં કામ કરતા યુવા પત્રકાર રહીમ લાખાણી આજે રિપોર્ટિંગ સબબ પોલીસ કમિશનર કચેરી નજીક હતા ત્યારે ગૌતમ કાનગડે પોતાની ગાડી રીવર્સમાં લેતા ગાડીનું વ્હીલ પત્રકાર રહીમના પગ ઉપર ફરી વળતા તેમને પાછળ જોઈ ગાડી ચલાવવાનું કહેતા જ સતાધારી ભાજપની હવા લઈને ઉડતા ગૌતમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને ગાલી ગલોચ કરી પોતાની અસલિયત છતી કરી ફડાકા ઝીક્યાં હતા.

- text

બાદમાં રહીમ લાખાણી પત્રકાર હોવાનું જાણવા મળતા જ રોષે ભરાયેલ ગૌતમ કાનગડે બમણા જોશથી પત્રકારોને ભાંડવાનું શરૂ કરી રહીમ લાખાણીનું ક્રૂરતા પૂર્વક ગળું દાબી જીવલેણ હુમલો કરતા 108 મારફતે પત્રકાર રહીમ લાખાણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ પત્રકાર ઉપર હુમલાની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતા પત્રકાર આલમમાં રોષ ફાટી નીકળ્યો છે અને ભાજપ રાજમાં ચોથી જાગીર પણ સલામત ન હોવાના સુર વચ્ચે આ હીન કૃત્યને વખોડી કાઢી આ મામલે ન્યાયિક તપાસ થાય તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

- text