મોરબીમાં લાલબાગ નજીકથી બબ્બે હોન્ડા ચોરાયા

- text


મોરબી : મોરબીના લાલબાગ નજીક સિધેશ્વર મહાદેવ મંદિર પાસેથી તસ્કરો એક સાથે બબ્બે હોન્ડા હંકારી જતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલબાગ નજીક સિધેશ્વર મહાદેવ મંદિર પાસેથી હિમાંશુભાઈ રમણીકલાલ ત્રીવેદી માલીકીનુ મો.સા રજી નં GJ-36-J-9794 કિ.રૂ. ૨૫૦૦૦ વાળુ તેમજ રંજીતકુમાર તીલકંબીંદ રહે મુળ મહેમુદાબાદ તા.અસ્થાબા થાના। બીંદ જી નાલંદા, બિહાર હાલ રહે ભાગ્યલક્ષ્મી
સોસાયટી વેજીટેબલ રોડ મોરબીવાળાનુ હોન્ડા સાઇન રજી નં GJ-36-J-6651,કિ.રૂ.૨૫૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૫૦.૦૦૦/- ના બે મોટરસાયકલ તસ્કરો ઉઠાવી જતા આ મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

 

- text