વાંકાનેરમાં આધારકાર્ડની કામગીરી નિરાધાર !

- text


પ્રજાજનોને ધરમના ધક્કા, કામગીરી સંપૂર્ણ બંધ

વાંકાનેર : વાંકાનેરમાં આધારકાર્ડની કામગીરી દિવાળી પહેલાથી સંપૂર્ણ પણે બંધ હાલતમાં છે. દૂર-દૂર ગામડેથી આવતી પ્રજા હાલાકી ભોગવી રહી છે, વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલનો કીંમતી સમય બગાડી આધારકાર્ડ માટે મામલતદાર ઓફિસના ધક્કા ખાઇ કંટાળી ગયા છે પરંતુ તેઓને સમયસર આધારકાર્ડ ન મળી રહ્યા હોય હેરાન પરેશાન થઇ રહ્યા છે.

વાંકાનેરમાં અત્યાર સુધી આધાર કાર્ડ કાઢવા માટે કિટ કાર્યરત હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી મામલતદાર ઓફિસે કિટ રીપેરીંગ માટે બંધ કરેલ છે. ગામડેથી આવતા લોકોને ફરજીયાત રીક્ષા ભાડા ખર્ચી મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડે છે. વાંકાનેર તાલુકો મોટો હોય રોજના લગભગ ૧૦૦ લોકો આધારકાર્ડની કામગીરી માટે આવતા હોય ઘણા લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે.

- text

જો તમારે આધાર કાર્ડ બનાવવું હોય કે બનેલ આધાર કાર્ડ મા સુધારો કરવો હોય તો વાંકાનેર તાલુકામાં એક પણ જગ્યાએ કિટ ચાલુ હાલતમાં ન હોય તાલુકાની પ્રજા કંટાળી ગઈ છે. જેમાં ખાસ તો વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થઇ રહ્યા છે.

આધારકાર્ડ મામલે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન અને ગામડાની જનતાને આ મુશ્કેલીમાંથી રાહત મળે એ માટે તાત્કાલિક પણે કલેકટર તંત્ર વાંકાનેરમાં આધારકાર્ડની કામગીરી ચાલુ કરાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

- text