મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતો લૂંટાશે : બ્રિજેશ મેરજા

- text


એક ગુણીમાં ૩૦ કિલોને બદલે ૩૫ કિલો ભરતી અને ૬૫ ના ઉતારથી ખેડૂતોને લૂંટાવાનો વારો : વિસંગતતા અન્વયે કૃષિ મંત્રીને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ૨જૂઆત

મોરબી : રાજય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે જે માર્ગદર્શિકા મુક૨૨ કરેલ તે મુજબ ખરીદી નહિ થતા લાભ પાંચમથી અમુક માર્કેટ યાર્ડોમાં મુહૂત સાચવવા કરાયેલ ખરીદીના પ્રયોગમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે અને વિસંગતતા ભર્યા નિયમોને કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા હોય મોરબી માળીયાના ધારાસભ્યએ કૃષિમંત્રીને આ ગંભીર મામલે રજુઆત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી વખતે ગુણી દિઠ ૩૦ કિલો મગફળી ભરવાનું નકકી થયેલ તેમજ ઉતારો ૬૫ ગ્રામ ના બદલે ૬૦ ગ્રામનો રાખવાની જરૂરીયાત પણ હતી ખુદ કૃષિમંત્રીએ બોલાવેલ જુદા જુદા માર્કેટીંગ યાર્ડોના પ્રતિનિધિઓની બેઠકમાં પણ આ બાબતે મગફળીની ભ૨તી ૩૦ કિલો અને ઉતારો ૬૦ ગ્રામ રાખવાની ચોખવટ કરવાનું ચૂકી જવાયેલું અને હવે ગુણી દિઠ ૩૫ કિલો મગફળી ભરતી અને ૬૫ ગ્રામ ઉતારાના તઘલઘી નિર્ણયથી ખેડૂતો લુંટાઈ રહયા છે.

- text

મગફળીના ઉતારાની ટકાવારીમાં ઘટાડો કરવો અનિવાર્ય થઈ પડ્યો છે. કારણકે હાલ ગુણી દિઠ ૩૫ કિલોની મગફળી ભરવાની નીતીને કારણે તો એવી ભીતી સેવાઈ રહી છે કે ખેડૂતોને મગફળીના ભાવ રૂ. ૮૦૦ અંદર જ મળશે પરિણામે રૂ. ૧૦૦૦ના ટેકાના ભાવે મગફળી ખરીદવાની રાજય સરકારની મોટા ઉપાળે કરવામાં આવેલ જાહેરાત પોકળ પુરવાર થશે અને ખેડુતોની આર્થિક બેહાલી વધશે. તે જોતા મગફળીની ગુણી દિઠ ૩૦ કિલોની ભરતી અને ૬૦ ગ્રામનો ઉતારો જ જરૂરી લેખાય આ બાબતે રાજયના કૃષિ મંત્રીએ જે તે વખતે માર્કેટીંગ યાર્ડના પ્રતિનિધિઓની બેઠકમાં પણ સ્પષ્ટ સુચના આપવી જરૂરી હતી તેમ ન થવાને લીધે મગફળી ખરીદીના કેન્દ્ર સંચાલકો મનમાની કરીને ખેડૂતોને ગુણી દિઠ ૩૫ કિલોની ખરીદી અને ૭૦ ગ્રામના ઉતારા લેવાશે.

આ બાબતે રાજય સરકાર વિના વિલંબે જરૂરી ચોખવટ કરીને ગુણી દિઠ ૩૦ કિલોની ઉતારોનો આગ્રહ રાખી ઉઘાડે છોગ લુંટ ચલાવી રહયા છે. જે ખેડૂતોના હિતમાં સહેજ પણ ચલાવી ભરતીની અને ૫૦ ગ્રામના ઉતારાની માર્ગદર્શિકા જાહેર કરે તે જરૂરી છે અન્યથા માર્કેટીંગ યાર્ડોમાં મગફળી ખરીદીના કેન્દ્રો ઉપર અરાજકતા સર્જાશે તે બાબતની ગંભીરતા રાજય સરકારે સેવવા રજુઆત કરવામાં આવી છે.

- text