મોરબીમાં લાભપાંચમે ત્રણ શોરૂમમાં ખાતર પાડવાનું મુહૂર્ત કરતા તસ્કરો

- text


મોરબી રાજકોટ હાઇવે ઉપર સ્વરાજ ટ્રેકટર, પરફેક્ટ અને હ્યુન્ડાઇ શોરૂમમાં ચોરી

મોરબી : મોરબીમાં લાભપાંચમના સપરમા દિવસે તસ્કરોએ પણ ખાતર પાડવાનું મુહૂર્ત કરી એક સાથે ત્રણ ત્રણ શોરૂમના શટર તોડી ખાતર પડતા પોલીસ દોડતી થઈ છે અને પ્રાથમિક તપાસમાં સ્વરાજ ટ્રેકટર શોરૂમમાં તસ્કરો પચીસ હજારની રોકડ ઉઠાવી ગયા હતા જ્યારે પરફેક્ટ શોરૂમની ની તિજોરી તોડવા પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ નજીક આવેલ પરફેક્ટ મારુતિ, હુન્ડાઈ અને સ્વરાજ ટ્રેકટરના શોરૂમમાં ગઈકાલે રાત્રીના તસ્કરોએ શટરના તાળા તોડી ચોરી કરવાનું મુર્હત કર્યું હતું, તસ્કરો દ્વારા ત્રણેય શોરુમને નિશાન બનાવી સ્વરાજ ટ્રેકટર શોરૃમમાંથી રૂપિયા 25 હજાર રોકડની ચોરી કરી હતી જયારે મારુતિ પરફેક્ટ શોરૂમમાં તસ્કરોએ લોખંડની તિજોરી તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા ન મળતા મોટી રોકડ રકમ બચી જવા પામી હતી.

મોરબીમાં એક સાથે ત્રણ ત્રણ શોરૂમ તૂટતાં સીટી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ચોરીની ઘટનાનો ટેગ મેળવવાં પ્રયાસ શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.

- text