જાગ ને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા !!! ટંકારાના હડમતિયામાં આજે પણ ગવાય છે પ્રભાતિયાં

- text


પ્રાચીન સંસ્કૃતીની ધરોહર જાળવવા આજે પણ વડીલોની સાથે સાથે યુવાનો અને બાળકો પણ પ્રભાતીયાનું ગાન કરે છે

ટંકારા : વહેલી પરોઢે અમુક અવાજ માનવ જીવનના માનસપટ પર વિસરાય ગયા છે, જેવા કે દરણા દળાતી ઘંટી, છાશ વલોવતા વલોણાં, પંખીઅોના મીઠા કલરવ, ગાયના ગોદરે ગાયના ભાંભરડા, મંદિરના ઘંટડીના આવાજ, પરોઢીઅે પનિહારીઅોના બેડાના આવાજ દુર્લભ થઈ રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઈને વર્ષોથી આજે પણ હડમતિયા રામજી મંદિરે પ્રભાતીયાના મીઠા સુર સાંભળીને શ્રી હરિનુ મન હરી જાય તેવા પ્રભાતીયાનુ ગાન થઈ રહ્યુ છે.

- text

જાગને હે જાદવા કૃષ્ણ તણા ગોવાળિયા…. જળ કમલ છાંડી જા ને બાળ…. જેવા પ્રભાતિયાં આજે સાંભળવા દુર્લભ બન્યા છે દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ટંકારાના હડમતિયામાં વર્ષોથી વહેલી પરોઢે નરસિંહ મહેતા, મીરાબાઈ રચીત પ્રભાતીયાનું સુંદર લયથી ગાન કરવામા આવી રહ્યુ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતી આજ ભુલાય રહી છે ત્યારે શ્રી હરીનું મન મોહી લે તેવા “જાગોને જશોદાના જાયા વેલણા વાયા, મારુ રે પિયરીયું માધવપુરમા, પઢો રે પોપટરાજા રામના જેવા અનેક પ્રભાતીયા યુવાનો, બાળકો, બુઝુર્ગો વહેલી સવારે રામજી મંદિરે આલ્હાદક આવાજમા સાંભળીને મન હરી જાય છે.
ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતી ભુલી રહી છે ત્યારે અહી નાની કુમળી વયના બાળકો મંજીરા, તબલા વગાડી ભગવાનની ભક્તિ કરવામા લીન જોવા મળે છે તે અેક ગર્વની વાત છે.

- text