ધારાસભ્ય સાબરીયા અને વકીલ ગણેશીયા જેલહવાલે : બપોરે જામીન અરજી

- text


પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા બન્ને આરોપી જેલહવાલે

મોરબી : મોરબી જિલ્લાના તળાવ કૌભાંડમાં લાખો રૂપિયાની લાંચ પ્રકરણમાં મોરબી પોલીસના રિમાન્ડ હેઠળ રહેલા હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાના રિમાન્ડ પૂર્ણ થતા બન્ને આરોપીઓને પોલીસે જેલહવાલે કર્યા છે બીજી તરફ આરોપીના વકીલે જણાવ્યું હતું કે બપોર બાદ ધારાસભ્ય અને વકીલની જામીન અરજી કરવામાં આવશે

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજના તળાવ કૌભાંડને વિધાનસભામાં નહીં ઉખેડવા મામલે પોતાના મળતિયા મારફતે રૂપિયા 35 લાખની લાંચ લેવાના આરોપસર મોરબી પોલીસે હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા  અને તેમના સાગરીત વકીલ ભરત ગણેશીયાની ધરપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ રજુ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જેમાં આરોપી એવા ભરત ગણેશીયા પાસેથી પોલીસે 25 લાખનો ચેક કબ્જે કર્યો હતો.

બીજજી તરફ આજે પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા ધારાસભ્ય સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને પોલીસે જેલહવાલે કાર્ય હતા દરમિયાન આરોપીઓના વકીલ દિલીપભાઈ અગેચણીયા જણાવ્યું હતું કે આજે નામદાર કોર્ટ સમક્ષ બન્નેની જમીન અરજી રજુ કરવામાં આવશે.

- text