મોરબીની દેવીલા ઈમ્પ્રેસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં : મિસ ઇન્ડિયા બનાવવા વોટિંગ કરવા અપીલ

- text


અગાઉ મિસ પુના અને મહારાષ્ટ્રનો ખિતાબ જીતનાર મોરબીની દેવીલા બકરાણીયાને વિજય બનાવવા હમણાં જ વોટ કરો : મારવાડી કોલેજ સ્ટુડન્ટ્સ જો જો દેવીલા પાછળ ન રહે 

મોરબી : મૂળ મોરબીની વતની અને હાલ મહારાષ્ટ્ર પૂનામાં એલએન્ડટીમાં જોબ કરતી દેવીલા બકરાણીયા અગાઉ મિસ પૂના અને મિસ મહારાષ્ટ્રનો ગૌરવવંતો ખિતાબ જીતી ચુકી છે અને હવે માત્ર મોરબી જ નહીં પરંતું સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવરૂપ બનવા તરફ આગળ ધપી મિસ ઇન્ડિયા બનવા તરફ આગેકૂચ કરી છે જે અન્વયે કોન્ટેસ્ટના ભાગરૂપે દેવીલાને ઈમ્પ્રેસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં વધુમાં વધુ વોટ જરૂરી છે અને હાલમાં ફક્ત ૨૫૦૦ વોટથી પાછળ છે ત્યારે મોરબી સહિત સમગ્ર રાજ્યના યુથને વધુને વધુ વોટ કરવા દેવીલાએ અપીલ કરી છે.

એન્જીનીયરીંગનો અભ્યાસ કરી હાલમાં પૂના ખાતે એલએન્ડટીમાં જોબ કરવાની સાથે સાથે મોડેલિંગ કરતી મોરબીના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પરિવારની દેવીલા બકરાણીયા પોતાના ટેલેન્ટના બળે અગાઉ મિસ પુણે બાદ મિસ મહારાષ્ટ્રનો ખિતાબ જીતી ગુજ્જુ ધ રોક ઉક્તિને સાબિત કરી ચુકી છે, મિસ મહારાષ્ટ્રનો ખિતાબ મેળવીને સંતોષ નહિ માનનારી દેવીલાએ હવે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ગુજરાતને ગૌરવ અપાવવા ઠાંન લીધી છે.

- text

મિસ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત કોન્ટેસ્ટ માટે હાલમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ૨૦ થી ૨૫ જેટલી યુવતીઓ સિલેક્ટ થઈ છે જેમા ની એક મોરબીની દેવીલા બકરાણીયા છે, મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ માટે અત્યંત જરૂરી એવી ઈમ્પ્રેસ યુનિવર્સ કોન્ટેસ્ટ શરૂ થઈ ગઈ છે જેમાં જે તે સ્પર્ધકને વધુમાં વધુ વોટ મળવા જરૂરી છે હાલમાં દેવીલા ટોપ લેવલથી ફક્તને ફક્ત ૨૫૦૦ વોટ પાછળ છે ત્યારે મોરબી, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગૌરવ સમી દેવીલાને ભવિષ્યમાં મિસ ઇન્ડિયા થતી જોવી આપણા ગુજરાતીઓ માટે ખુબજ ગૌરવની વાત છે જેથી આજે રાત્રીના ૧૨ વાગ્યા સુધી વોટિંગ લાઈન ખુલ્લી હોય વધુને વધુ લોકો દેવીલાને વોટ આપે તે માટે દેવીલાએ અપીલ કરી છે.

દેવીલા બકરાણીયાના માતા પિતા મોરબીમાં જ રહે છે અને દેવીલાના પિતા દિનેશભાઇ જાણીતી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર છે. હાલ મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ માટે આગામી તા. ૯ ડિસેમ્બરે ગોવાના મારબેલ બીચ ખાતે ગ્રાન્ડ ફીનાલે યોજાનાર છે.

ઉલ્લેખનીય છે કે દેવીલા બકરાણીયા ખૂબ જ ટેલેન્ટેડ છે તેણીએ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ મોરબીમાં કર્યો છે અને બાદમાં રાજકોટ મારવાડી કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી પુણે ટીસીએસમાં જોબ મેળવી હતી અને હાલમાં એલએન્ડટી કંપનીમાં જોબ કરી રહી છે, ઉપરાંત દેવીલા મોટીવેશનલ એક્સપર્ટ હોય મોરબીની નીલકંઠ વિદ્યાલયના બાળકો માટે અનેક વખત સેમિનાર આપી ચુકી છે, દેવીલાને સપોર્ટ માટે મોરબીના જાણીતા ડીજી સેરા ગ્રુપ દ્વારા સ્પૉન્સરશીપ પણ આપવામાં આવી હોવાનું એમડી જીતુભાઇ વડસોલાએ જણાવ્યું હતું.

તો, હવે રાહ કોની જુઓ છો તૂટી પડો મોરબીના યંગસ્ટર અને મારવાડી કોલેજના સ્ટુડન્ટ પણ નીચે આપેલી લિંક ઉપર વધુને વધુ વોટ કરો અને દેવીલાને વિજેતા બનાવો.

VOTE for DEVILA BAKRANIA from this link

https://www.empressuniverse.com/voting/CT399

- text