હળવદની પોસ્ટ ઓફિસે ટપાલોના ઢગલા

- text


અનિયમિત ટપાલ વિતરણથી નિવૃત કર્મચારીઓ ખફા : ટપાલ નિયમિત પહોંચાડવા નિવૃત કર્મચારી મંડળની  માંગ

હળવદ : હળવદમાં છેલ્લા ૬ માસથી પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલા ખડકાયેલા જાવા મળી રહ્યા છે. ત્યારે નિયમિતપણે પોસ્ટમેનો ટપાલો પહોંચાડતા ન હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે. રોજંદારી પોસ્ટમેનથી સમગ્ર શહેરમાં એક જ ટપાલી હોય જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે જા આ બાબતનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં હળવદ નિવૃત કર્મચારી મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

- text

દિવસેને દિવસે શહેરનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે અને શહેરના લોકોના અગત્યની ટપાલો પહોંચતી નથી.જેની કારણે નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઉપરાંત સરકારી ટપાલો અને બેન્કની ટપાલો રજીસ્ટર એડીથી ડિલીવરી થાય છે ત્યારે હળવદના વેપારી મંડળે આ અંગેની અનેકવાર રજુઆતો કરી હોવા છતાં આજદીન સુધી કોઈજ ઉકેલ આવ્યું નથી.

હળવદ નિવૃત કર્મચારી મંડળ દ્વારા શહેરની પોસ્ટ ઓફિસ તથા ઉપરી અધિકારીને લેખિતમાં રજુઆત કરી આ અંગેનો ઉકેલ ઝડપી આવે તેવી માંગ કરી છે. જા આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો હળવદ નિવૃત કર્મચારી મંડળને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

- text