વાંકાનેરમાં ગેરકાયદેસર ગૌવંશને કતલખાને લઈ જનાર નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે ગૌવંશને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવા ના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા આરોપીઓને પાંચ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગત તારીખ ૨૬/૦૫/૨૦૧૮ ના રોજ ગૌરક્ષકો દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે એક ટાટા ૪૦૭ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ગૌવંશની કતલ કરવાના ઈરાદે ગૌવંશને લઈ જવામાં આવતું હોય તેમને ઝડપી પાડી છે અને આરોપીઓ નાસી ગયેલ છે આ ફરિયાદ બાદ આજ સુધી આ આરોપીઓ નાસતા ફરતા હોય વાંકાનેર પોલીસે તેમને ઝડપી પાડેલ છે જેમાં આરોપીઓ જાફર કાના સિંધવ, રમેશ હીરા ચૌહાણ, રાજુ ભુરા ચૌહાણ અને અલ્પેશ જેસીગ ચૌહાણ જાતે બધા સરણીયા રહે. વાંકાનેર વાળા ને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ એ. એસ.આઇ. નરસીભાઇ પારધી તેમજ તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલહતી.

- text

 

- text