મોરબીમાં સતત ઉભા રહી નવરાત્રીનું અનુષ્ઠાન કરતા માઈભક્ત

- text


શીતળા માતાજીના મંદિરના મહંત દ્વારા ખડેશ્વરીનું કઠોર અનુષ્ઠાન

મોરબી : માં શક્તિની કૃપા મેળવવાનું પર્વ એટલે નવલા નોરતા, નવરાત્રી દરમિયાન માઇભક્તો દ્વારા ઉપવાસ, એકટાણાં કે માતાજીના હોમ હવન કરી શ્રદ્ધા પૂર્વક આરાધના કરવામાં આવતી હોય છે પરંતુ મોરબીના માઇભક્ત દ્વારા માતાજીની કૃપા મેળવવા ખડેશ્વરી અનુષ્ઠાન કરી સતત 24 કલાક ઉભા રહી નવે-નવ નોરતા માતાજીનુ કઠોર અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે.

- text

મોરબી દરબારગઢ નજીક આવેલા શીતળા માતાજી મંદિરનમાં મહંત સાગરગીરી ગૌસ્વામી છેલ્લા ચાર વર્ષથી દર નવરાત્રીમાં નદી કિનારે આવેલા સવનના વૃક્ષ નીચે 24 કલાક સતત ઉભા રહી નવે નવ દિવસ સુધી ખડેશ્વરી અનુષ્ઠાન કરે છે. સામાન્ય રીતે આપણે એકાદ કલાક પણ ઉભા રહી શકતા નથી ત્યારે મહંત સાગરગીરી ગૌસ્વામી ફક્ત પાણી પી માતાજીની આરાધના કરી રહ્યા છે અને એ પણ વિશ્વ કલ્યાણ અને વિશ્વશાંતિ માટે.

 

 

- text