ચમત્કારને નમસ્કાર : મોરબી રવાપર રોડની મહિલાઓએ પાણી પ્રશ્ને સરપંચને ઘેરાવ કર્યો

- text


ભૂગર્ભ ગટર અને પાણી પ્રશ્ન ઉકેલવા સરપંચનો ઘેરાવ કરી લેખિત ખાતરી પણ મેળવી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલી રવાપર રેસીડેન્સી, રામસેતુ, અને ઉમિયાનગર સહિતના વિસ્તારમાં નર્મદા યોજના હેઠળ પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળવાની સાથે સાથે ગંદકીની ભયંકર સમસ્યાના નિરાકરણ માટે આજે મહિલાઓએ સરપંચનો ઘેરાવ કરી નારીશક્તિનો પરિચય આપતા અંતે સરપંચને પ્રશ્નો ઉકેલવા લેખિત ખાતરી આપવી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પોશ એરિયા રવાપર રેસીડેન્સી, રામસેતુ, અને ઉમિયાનગર સહિતના વિસ્તારમાં ગંદા પાણીના તળાવને કારણે રોગચાળાનો ભય હોવાથી આજે આ વિસ્તારની મહિલાઓએ રવાપર ગ્રામ પંચાયત સામે મોરચો મંડ્યો હતો અને તાકીદે તળાવના ગંદા પાણીનો નિકાલ કરવા માંગ કરીં ભૂગર્ભ ગટરની સુવિધા આપવા માંગ કરી હતી.

- text

આ ઉપરાંત મહિલાઓ દ્વારા રવાપર વિસ્તારમાં નર્મદા યોજના થકી પૂરતા પ્રમાણ પાણી મળતું નન હોવાથી સત્વરે પાણી પ્રશ્નો ઉકેલ લાવવા માંગણી કરી જ્યાં સુધી પ્રશ્ન હાલ ન થાય ત્યાં સુધી અહીંથી નહીં ખસવા મક્કમતા દર્શાવતા રવાપરના મહિલા સરપંચ રમાબેન અઘારાને નારી શક્તિ પાસે ઝુકવુ પડ્યું હતું અને 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તમામ પ્રશ્ન ઉકેલવા લેખિત ખાતરી આપી હતી.

- text