મોરબીમાં સૌનો નવરાત્રી મહોત્સવ એટલે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી

- text


નવરાત્રી દરમિયાન સર્વ જ્ઞાતિઓ માટે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન : મહિલાઓ માટે સવિશેષ પ્રોત્સાહનરૂપી ફક્ત રૂ.૩૦૦ માં સિઝન પાસ

મોરબી : સમાજ સેવા માટે સદાય તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવરાત્રી દરમિયાન તમામ જ્ઞાતિના લોકો માટે સમભાવની ભાવના સાથે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ માટે સવિશેષ પ્રોત્સાહનરૂપી સિઝન પાસની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરરોજ ખેલૈયાઓને ૧૨ ઇનામો આપવાની જાહેરાત કરી દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવા જાહેરાત કરવામાં આવી છે.

મોરબીમાં સામાજિક તેમજ સેવાકિય કાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવ તા.૧૦ થી ૧૮ સુધી યોજાશે જેમાં જાણીતા કલાકારોના સથવારે ખેલૈયાઓને અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે નવે નવ દિવસ પ્રાચીન અર્વાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવશે.

- text

સામાજિક દાયિત્વ પ્રત્યે હંમેશા સજાગ રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કરવામાં આવેલા આ સર્વ માટેના નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ માટે સન્માનલક્ષી સિઝન પાસ પેકેજની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં મહિલાઓને માત્ર રૂ. ૩૦૦ ના ટોકનભાવે પ્રોત્સાહનરૂપી સિઝન પાસ આપવામાં આવશે. હાલ પાસ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. આ પાસ આશર ટેલિકોમની ત્રણ બ્રાન્ચ જેમકે શનાળા રોડ પર એવન પાનની બાજુમાં, સુપર માર્કેટ અને જૂના મહાજન ચોક ખાતે ઉપરાંત જસ્ટ ઇન સ્ટાઇલ, ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ, રવાપર રોડ ખાતેથી મેળવી શકાશે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના પ્રમુખ દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે શહેરમાં સલામતી અને સુરક્ષા સાથે દરેક તહેવારો ઉજવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ જાણીતું છે. આ નવરાત્રી મહોત્સવના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વધુમાં મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો રીનાબેન સોની અને યુનુસભાઈ શેખ સહિતના ખેલૈયાઓને મન મૂકીને ગરબે ઝુમાવશે.

વધુમાં દેવેનભાઈ રબારીએ કહ્યું કે મહોત્સવનું એન્કરિંગ શૈલેષભાઇ રાવલ કરશે. મહોત્સવ દરમિયાન સેલિબ્રિટીને પણ ખાસ બોલાવવામાં આવશે. પ્રિન્સ, પ્રિન્સેસ સહિતના લિટલ, યંગ અને ગ્રુપ કેટેગરીમાં કુલ ૧૨ ઇનામો દરરોજ આપવામાં આવશે. નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબા સાથે સ્ટેજ પર દેશભક્તિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. મહોત્સવમાં લાગેલા બેનરોમાં પોતાના ધંધા કે કંપનીની જાહેરાત આપવા માટે મનીષભાઈ રાચ્છ મો.નં. ૯૮૨૪૫૮૭૮૭૫ તેમજ વધુ વિગત માટે મો.નં. ૬૩૫૭૫ ૬૪૫૭૫ ઉપર સંપર્ક કરવા યંગ ઇન્ડિયા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંગેનો વિડિઓ જુઓ..

 

 

- text