મોરબીમાં વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા શનિવારે પ્રિ નવરાત્રી મહોત્સવ

- text


નવલા નોરતાના પર્વને આવકારવા વેલકમ નવરાત્રીનું જાજરમાન આયોજન : ઇવેન્ટમાં ‘મોરબી અપડેટ’ રહેશે મીડિયા પાર્ટનર

મોરબી : મોરબીમાં વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા નવલા નોરતાના પર્વને આવકારવા માટે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આગામી શનિવારે પ્રિ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં મીડિયા તરીકે મોરબી અપડેટ’ રહેશે.

આગામી તા. ૧૦થી નવલા નોરતાનો પ્રાસંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મોરબીના વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા રવાપર ઘુનડા રોડ પર આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આગામી તા. ૬ ને શનિવારના રોજ સાંજે ૭ થી રાત્રે ૧૨ સુધી પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર હીના શેલાણી અને મનોજ ચાવડા, અજય ગઢવી સુર રેલાવીને ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. મ્યુઝિક રિધમ જીત ગઢવી તેમજ એન્કરિંગ ક્રિશી ઠક્કર સંભાળશે.

- text

આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે ‘ મોરબી અપડેટ’ રહેશે. ઇવેન્ટને સફળ બનાવવા માટે ભાસ્કર પૈજા, રાહુલ કવૈયા, મેહુલ કૈલા, જય કક્કડ, મનીષ ભોજાણી, કમલ પ્રજાપતિ, મહેશદાન ગઢવી, નીલેશ ભાલોડિયા, જૈનમ મકવાણા, દિવ્યા રાવલ, ક્રિષ્ના ઉમરણીયા, ભૂમિકા સોમૈયા, અમિષા રાચ્છ અને ઉત્સવ ચંદે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text