વાંકાનેરના કેરાળાની મહિલાને સ્વાઇન ફલૂ

- text


ચાલુ સિઝનમાં મોરબી જિલ્લામાં સ્વાઇન ફલૂ ના કેસોની સંખ્યા ત્રણ

મોરબી : મોરબી જિલ્લામાં વધુ એક સ્વાઇન ફ્લુનો કેસ સામે આવ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના કેરાળા ગામની મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં સ્વાઇન ફ્લુ ના હાહાકાર વચ્ચે આજે મોરબી જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો છે જેમાં વાંકાનેરના કેરાળા ગામના ૩૪ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

- text

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમાં સ્વાઇન ફ્લૂના ત્રણ કિસ્સા સામે આવ્યા છે જેમાં ટંકારાના મહિલા હજુ સારવાર માં છે જ્યારે મૂળ ટંકારા અને હાલ મોરબી રહેતા આશાસ્પદ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને આજે વધુ એક કેસ સામે આવતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

- text