મોરબી : પ્રેમિકાનું ગર્ભપાત કરાવનાર પ્રેમી તેમજ તબીબને ૩ વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

- text


મહિલા તબીબે ગર્ભપાતના ઓપરેશનની ડીગ્રી ન હોવા છતા ગર્ભપાત કરતા સગર્ભાનું મોત નીપજ્યું ‘તું : કોર્ટનું કડક વલણ

મોરબી : મોરબીમાં પ્રેમીએ પ્રેમિકાનો ૪ માસનો ગર્ભ હટાવવા માટે ગર્ભપાતની ડીગ્રી વગરના મહિલા તબીબીનો સહારો લીધો હતો. ત્યારે મહિલા તબીબના અણઆવડતભર્યા ઓપરેશનને કારણે પ્રેમિકાનું મોત નીપજ્યું હતું. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પ્રેમી અને મહિલા તબીબને ૩ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં રાજેશ નાગજી ઉમડિયા નામના શખ્સે તેની પ્રેમિકા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધીને ૪ માસનો ગર્ભ રાખી દીધો હતો. બાદમાં પ્રેમિકાના માતા પિતાની મંજૂરી વગર ગર્ભપાત કરાવા માટે તેને ડો. નિરૂપા જયેશ કાસુન્દ્રાના કાશી નર્સીગ હોમ ખાતે લઈ જવામાં આવી હતી. આ તબીબ પાસે ઓપરેશનની ડીગ્રી ન હોવા છતાં ગેરકાયદે તેને ગર્ભપાતનું ઓપરેશન કર્યું હતું.

- text

આ ઓપરેશન ખામી યુક્ત રહેતા સગર્ભાના ગર્ભાશયમાં પંચર પડી ગયું હતું. બાદમાં તેને મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલતમાં કોઈ સુધારો ન આવતા અંતે તેનું મૃત્યુ નીપજ્યુ હતું. આ મામલે સગર્ભાના પિતાએ પ્રેમી અને તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ડિસ્ટ્રીકટ જજ ધોધારીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષના વકીલ ડી.આર. આદ્રોજાની ધારદાર દલીલોને આધારે કોર્ટે પ્રેમી રાજેશ નાગજી ઉમડિયાને તેમજ મહિલા તબીબ ડો. નિરૂપા જયેશ કાસુન્દ્રાને કસૂરવાર ઠેરવીને બન્નેને ૩ વર્ષની સખત કેદ તેમજ રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

જુઓ સરકારી વકીલ ડી.આર.આદ્રોજાનો ઇન્ટરવ્યૂ 

 

- text