મોરબીના વિનાયક કોર્પોરેશનમાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન

- text


રાજકોટ ડેકોરા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડાની તપાસ મોરબી સુધી લંબાઈ

મોરબી : રાજકોટના બિલ્ડર જમનભાઈ પટેલ અને ડેકોરા ગ્રુપ ઉપર આજે સવારથી ઇન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે તપાસ છે કે મોરબી સુધી લંબાઈ છે અને મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ પર આવેલ વિનાયક કોર્પોરેશન નામની પેઢીમાં સર્ચ ઓપરેશન શરૂ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી ડેકોરા ગ્રુપના માલિક જમનભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જેમાં તપાસનો રેલો મોરબી સુધી લંબાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

- text

વધુમાં મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ પર રામચોક નજીક આવેલ જાણીતા ઉદ્યોગપતિની વિનાયક કોર્પોરેશન નામની પેઢીમાં ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text