મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સમારોહ યોજાયો

- text


લોહાણા સમાજના ૧૦૦થી વધુ તેજસ્વી છાત્રોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા

મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ થી વધુ
વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ યોગેશભાઈ માણેકના જણાવ્યા અનુસાર સન્માન સમારોહમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી દરેક ધોરણમાં પ્રથમ, દ્વિતીય નંબર મેળવનાર ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ૭૦૦ જેટલા જ્ઞાતિજનોની પ્રેરક હાજરી રહી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ યોગેશભાઈ માણેક, ઉપપ્રમુખ પંકજભાઈ ચંડીભમ્મર, સેક્રેટરી ડેનિશભાઈ કાનાબાર, પ્રો.ચેરમેન જીતેન્દ્રભાઈ રાજવીર તથા રઘુવંશી યુવક મંડળના તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text