મોરબી જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ યોજાશે

- text


મોરબી : ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર-મોરબીના સક્રિય સહયોગથી દિવ્યાંગ ખેલાડીઓ માટે અનુક્રમે માનસિક ક્ષતિગ્રસ્ત (એમ.આર.), શારિરીક ક્ષતિવાળા(ઓ.એચ.), અંધજન(બ્લાઇન્ડ) અને શ્રવણમંદ ક્ષતિવાળા (બહેરા) દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.એલ મહાકુંભ-૨૦૧૮ની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન, સંચાલન, વિવિધ વયજૂથના દિવ્યાંગ ખેલાડીઓ ભાઇઓ-બહેનો માટે આગામી ઓકટોબર-૨૦૧૮ ના અંતિમ સપ્તાહમાં હાથ ધરવામાં આવનાર છે.

- text

આ સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૮ માં ભાગ લેવા ઇચ્છુક શહેર અને જિલ્લાની માનસિક ક્ષતિગ્રસ્ત સંસ્થા, શારિરીક ક્ષતિગ્રસ્ત સંસ્થા, અંધજન સંસ્થા અને શ્રવણ મંદ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ કે શાળાઓ તેમજ ઉપરયુકત ક્ષતિ ધરાવતા જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઇઓ તથા બહેનોએ સ્પે.એલ મહાકુંભની વધુ માહિતી અને પ્રવેશ ફોર્મ માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હંન્ટર ટ્રેનીંગ કોલેજ છાત્રાલય, શકિત ચોક, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ફોન-ફેકસ નં. (૦૨૮૨૨) ૨૨૭૮૪૪ ખાતે સંપર્ક સાધી જરૂરી પ્રવેશ ફોર્મ મેળવી અને જમા કરાવવી આપવાના રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text