પ્રદેશકક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થયેલા મોરબી જિલ્લાના સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે

- text


મોરબી : કલામહાકુંભ-૨૦૧૮ની પ્રદેશકક્ષાની સ્પર્ધા મધ્ય ગુજરાતના જિલ્લા વડોદરા, વડોદરા ગ્રામ્ય, આણંદ, ખેડા અને સુરેન્દ્રનગર ખાતે ઓગષ્ટ મહિનાના ત્રીજા અઠવાડીયામાં યોજાયેલ હતી. જેમાં મોરબી જિલ્લાથી વિજેતા થયેલા કુલ ૪૦ સ્પર્ધકો ગાયન, વાદન, નૃત્ય, અભિનય જેવા વિવિધ વિભાગોમાં ભાગ લેવા ગયા હતાં. જેમાંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા રાજયકક્ષાએ મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

- text

ગીત સ્પર્ધામાં ૨૧-૫૯ ની વયજૂથમાં ખૂશ્બુ આર.દેસાઇ પ્રથમ, સમૃહ લગ્નગીત/ફટાણામાં ૬-૧૪ તથા ૧૫-૨૦ એમ બન્ને વયજુથમાં નવજીવન વિદ્યાલય પ્રથમ ક્રમે વિજેતા બની હતી. ગિટાર સ્પર્ધામાં ૧૫-૨૦ ના વયજૂથમાં અકસા વાલેરા દ્વિતીય સ્થાન મેળવ્યું અને આ સ્પર્ધકો મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ રાજયકક્ષાએ કરશે. આ ઉપરાંત તૃતીય સ્થાનમાં શાસ્ત્રીય કંઠય સંગીતમાં ૬-૧૪ વયજૂથમાં ધ્રુવી કડીવાર, સમુહગીતમાં ૬-૧૪ વયજૂથમાં નાલંદા વિદ્યાલય, ઓરગનમાં ૬-૧૪ વયજૂથમાં નિર્મલ ડાભી, ૧૫-૨૦ વયજૂથમાં નિરવ રાણપરા, રાસમાં ૧૫-૨૦ વયજૂથમાં સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર, હાર્મોનિયમમાં ૨૧-૫૯ વયજૂથમાં રામાનંદી મેહુલ, વાંસળીમાં ૨૧-૫૯ વયજૂથમાં વિમલ એચ. પટેલ વિજેતા રહયા છે. તેમ ડીસ્ટ્રીકટ સ્પોટર્સ ઓફિસર-મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text