મોરબીના શીતળા માતાના મંદિરે મહિલાઓનો ખાસ મેળો ભરાયો

- text


મહિલાઓએ બાળકો સાથે મોટી સંખ્યામાં ઉમટીને શીતળા માતાને વિવિધ ચીજ વસ્તુઓ અર્પણ કરી

મોરબી : મોરબીમાં શીતળા માતાના મંદિરે શ્રાવણ વદ સાતમના દિવસે ખાસ મહિલાઓ માટેનો પરંપરાગત મેળો ભરાયો હતો. જેમાં મહિલાઓએ બાળકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડીને શીતળા માતાને વિવિધ ચીજવસ્તુઓ અર્પણ કરીને પૂજન અર્ચન કર્યું હતું.

મોરબીના દરબારગઢ નજીક મચ્છુ નદીના કાંઠે આવેલા શીતળા માતાના મંદિરે દર વર્ષે શ્રાવણ વદ સાતમના દિવસે મહિલાઓનો પરંપરાગત મેળો યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સાથે શીતળા માતાના મંદિરે દર્શનાર્થે આવીને વિવિધ ચીજ વસ્તુઓ ધરીને પોતાની માનતા ઉતારે છે. ત્યારે આ વખતે પણ વર્ષો જૂની પરંપરા પ્રમાણે શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાભેર ઉમટી પડી હતી.

- text

મહિલાઓએ શીતળા માતાને કુલેર, શ્રીફળ, પતાસા, નેણ, ચૂંદડી સહિતની ચીજ વસ્તુઓ ધરી હતી. સાથે બાળકો અને પરિવારના મંગળ કલ્યાણની પ્રાથના કરી હતી. બાદમાં મહિલાઓ સાથે આવેલા બાળકોએ મેળામાં ફજેત સહિતની નાની રાઈડ્સમાં બેસીને મનોરંજન માણ્યુ હતું.

- text