મેળાની મોજ માણતા મોરબીવાસીઓ : યંગ ઇન્ડિયા ગ્રુપના મેળામાં રાત્રે મટકીફોડનો કાર્યક્રમ

- text


શોભાયાત્રા અને મટકીફોડના કાર્યક્રમો ઉજવી લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા બારે નીકળ્યા

મોરબી : આજે જન્માષ્ટમીની સવારે ભાવભેર ઉજવણી કર્યા બાદ મોરબીવાસીઓ તહેવારોની ઉજવણી કરવા અને મેળાઓની મોજ માણવા ઉમટી પડ્યા હતા. મોરબીના લોકોનો એકમાત્ર માનીતો મેળો એવા યંગ ઇન્ડિયા ગ્રુપના ક્રિષ્ના ઉત્સવ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લોકો પરિવાર અને મિત્ર સર્કલ સાથે મેળાની મોજ માણી રહ્યા છે. જયારે મેળામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે આઠમના દિવસે રાત્રે 12 વાગ્યે મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા લોકોને ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

- text

મોરબી જિલ્લામાં જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી બાદ મોરબીવાસીઓ મેળાઓની મોજ માણવા ઉમટી પડ્યા છે. જેમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેલા 2018માં મોજીલા મોરબીના લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. અને હૈયે હૈયું દળાય તેટલી જનમેદની જોવા મળી હતી. મેળામાં લોકો પરિવાર અને મિત્ર સર્કલ સાથે ઉમટી પડી આનંદ લૂંટ્યો હતો. જયારે આજે આઠમના દિવસે મેળામાં ઉમટી પડેલા માનવ મહેરામણ દરમિયાન વ્યવસ્થા જાળવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમેજ લોકો પરિવાર સાથે સલામત રીતે મેળો માણી શકે તેના પાર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ મેળાની સાથે લોકોના મનોરંજન માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ આજે જન્માષ્ટમી નિમિત્તે મેળામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાત્રે 12 વાગ્યે મટકીફોડ અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેનભાઈ રબારી દ્વારા મોરબીના નગરજનોને રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો..

- text