મોરબી જિલ્લાના મચ્છુ ૨ સહિતના ડેમોમાં નર્મદા નીર ઠાલવવાની રજુઆત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ

- text


નર્મદા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો હોવાથી તેના પાણી મોરબી પંથકના ડેમમાં ઠાલવવાની જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની માંગ

મોરબી : મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમ અને બ્રાહ્મણી ડેમ 1 અને 2 ની આસપાસના ગ્રામ્ય વિસ્તારને પીવાના પાણી માટે તેમજ ખેતી માટે ડેમમાં નર્મદાનું પાણી ભરવાની તાકીદે જરૂર હોય. આ સમસ્યાના નિરાકરણ માટે તાકીદે નર્મદા ડેમ થી પાણી છોડવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને અંગત આગ્રહ સાથે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

- text

રજુઆતમાં જણાવાયું હતું કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડેલ હોય ખેડૂતોના મુરજાઈ રહેલા પાકને પિયત કરવા ધરતીપુત્રો ચાતક નજરે વરસાદની અને નર્મદાનાં પાણીની રાહ જોઈ રહ્યા હોય તેમજ પીવાના પાણીની પણ જરૂરિયાત હોય,આ સમસ્યા હલ કરવા વહેલી તકે નર્મદાનું પાણી છોડવાની જરૂરિયાત ઊભી થયેલ છે. નર્મદા નદીના ઉપરવાસ વિસ્તાર એટલેકે નર્મદા નદીના શ્રાવ વિસ્તાર મધ્યપ્રદેશમાં તાજેતરમાં જ ખૂબ સારો વરસાદ થયેલ હોય. નર્મદા ડેમમાં નવા પાણીની આવક પણ શરૂ થયેલ છે.

તેથી ધરતીપુત્રોના પાકને જીવતદાન મળે માટે તાત્કાલિકના ધોરણે નર્મદા ડેમમાં થી પાણી છોડવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હોવાનું મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવામાં આવ્યું હતું.

- text