મોરબીના સામાકાંઠે જુગાર રમતા ૮ પકડાયા

- text


બી ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૨૯૩૦૦ જપ્ત કર્યા

મોરબી : મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર ખારા પટ પાસે જુગાર રમતા ૮ શખ્સોને રોકડ રૂ. ૨૯૩૦૦ સાથે ઝડપી પાડી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઈન્દીરાનગર ખારા પટમાં હનુમાન મંદિર પાસે જુગાર રમતા નારણભાઇ પુંજાભાઇ દેથરીયા જાતે કોળી, ગોપાલભાઇ પ્રભુભાઇ ઝીંઝુવાડીયા, બનુભાઇ વાલજીભાઇ વિઠલાપરા, કિરીટભાઇ સુંદરજીભાઇ ધોળકીયા, રણજીતભાઇ ગજાભાઇ સાતોલા, રોહીતભાઇ કેશુભાઇ કુવરીયા, શોભેશભાઇ રાજેશભાઇ સાતોલા અને હરેશભાઇ નારણભાઇ માજુસાને રોકડા રૂપીયા ૨૯,૩૦૦/- સાથે ઝડપી પાડી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text