મોરબી : પછાત વિસ્તારના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરી વડીલનો જન્મદિવસ ઉજવાયો

- text


મોરબી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાના પિતાના જન્મદિવસે હાથ ધરાયુ સેવાકાર્ય

મોરબી : મોરબી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈના પિતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પછાત વિસ્તારના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.રિટાયર્ડ સરકારી કર્મચારી હંસરાજભાઈ જેરામભાઈ કૈલા ઉ.વ.૬૩ના જન્મદિવસ આજે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના આદીવાસ વિસ્તારમાં શાળાઓના ૩૫૦ બાળકોને શિક્ષણકીટનું વિતરણ કરી જન્મદિનની ઉજવણીને સાર્થક બનાવવામાં આવી હતી. શૈક્ષણિક કીટમાં બાળકોને ડ્રોઈંગ બુક , કંપાસ, સ્કેચપેન , ચોકલેટ સહિતની ચીજ વસ્તુઓ અપાઈ હતી.

- text

- text