મોરબી : નવલખી રોડ પર કાર હડફેટ બે ને ઇજા

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર ગોર ખીજડિયા રેલવે ફાટક પાસે કાર ચાલકે મોટરસાયકલને હડફેટ લેતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવલખી રોડ પર ગોર ખીજડિયા રેલવે ફાટક પાસે મારુતી અલ્ટો કાર નંબર GJ 3 BA 6801 ના ચાલકે પોતાના હવાલાની કાર પુરઝડપે અને બેદરકારી ભરી રીતે બેફીકરાઈ થી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નવધણ ઉવ.૧૯ વાળાને તેના હીરો હોન્ડા સુપર સ્પલેન્ડર મો.સા.ન;.GJ 17 AG 6175 સહીત હડફેટે લઈ પછાડી દઈ માથામા પાછળના ભાગે ફેકચરની ઈજા કરી હતી.

- text

આ મામલે પોલીસે વજાભાઈ દાનાભાઈ સોલંકી દે.પુ ઉવ.૫૦ ધંધો. શાકભાજીના વેપાર જોધપર ચબુતરા પાસે તા.માળીયા જી. મોરબીવાળાની ફરિયાદના આધારે મારૂતી ઓટો કાર નંબર GJ-BA-6801 ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text