મોરબીના કબ્રસ્તાનના નવેરામાં પેશકદમી કરવાનું ષડયંત્ર : ચીફ ઓફિસરને રજુઆત

- text


પાલિકાના એન્જીનિયર મારફતે પંચરોજ કામ કરાવી આપવાની સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન સમિતિની માંગ

મોરબી : મોરબીમાં આવેલા કબ્રસ્તાનના નવેરાની જગ્યામાં અમુક ભુમાફિયાઓ પેશકદમીના ઈરાદા સાથે નગરપાલિકાને તેમજ લોકોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર કરી રહ્યા હોવાની ફરિયાદ સાથે સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન સમિતિએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. આ સાથે તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

સુન્ની મુસ્લિમ સમિતિના પ્રમુખ ગુલામહુશેન પિલડીયાએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે ચિત્રકૂટ સિનેમા સામે જે મુતરડી હતી તેમાંથી ગંદકી ફેલાતી હતી. જેના લીધે પાલિકા તંત્રએ આ મુતરડી દૂર કરતા આસપાસના લોકોને રાહત થઈ છે. જ્યારે ચિત્રકૂટ સિનેમા સામેની દુકાનોના પાછળના ભાગમાં કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ કબ્રસ્તાનની માલિકીની જગ્યામાં આશરે ૧૦ ફૂટ જેવું નવેરું મૂક્યું છે.

- text

વધુમાં જણાવ્યું કે મુતરડી હતી ત્યારે નવેરામાં જવા માટે કોઈ જગ્યા ન હતી. હવે મૂતરડી હટી જતા આ નવેરાની જગ્યા પર અમુક ભુમાફિયાઓ કબજો કરવા માટે લોકો તેમજ પાલિકાને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. જેથી પાલિકાના એન્જીનિયર મારફતે પંચરોજ કામ કરાવી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માગ છે.

- text