મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવની ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે ઉજવણી

- text


વાંકાનેર : સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોરબી જિલ્લાને હરિયાળું બનાવવા તથા ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશના ભાગરૂપે ૬૯ માં વન મહોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાનો વનમહોત્સવ રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમની શોભા વધારવા મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ સોમાણી, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિઠ્ઠલ પરા, મોરબી કલેકટર શ્રી આર. જે. માકડિયા, ડીડીઓ શ્રી એસ. એમ. ખટાણા, નાયબ વન સંરક્ષણ એમ. એમ. ભાલોડીયા, વાંકાનેર નગરપાલીકા ચીફ ઓફીસર ગિરીશ સરૈયા, વાંકાનેર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહેલ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ.

- text

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ ત્યારબાદ મહાનુભવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દ્વારા મહેમાનો અને ઉપસ્થિત જનમેદનીને શાબ્દિક આવકાર આપેલ ત્યારબાદ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા ગાયત્રી મંદિરના પાછળના ભાગે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

- text