મેઘરાજાને મનાવવા મોરબીમાં બે દિવસની અખંડ રામધુનનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લામાં હજુ મેઘરાજા મેહરબાન થયા નથી. સૌરાષ્ટ્ર સહિતના અન્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે પણ મોરબીમાં વરસાદનું નામ નિશાન નથી. ત્યારે મોરબીના રાધા પાર્કના રહીશો દ્વારા મેઘરાજાને મનાવવા બે દિવસની અખંડ રામધૂન શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ પર મીરા પાર્કની સામે આવેલા રાધા પાર્કના રહીશો દ્વારા મેઘરાજા મહેરબાન થાય તે માટે અખંડ રામધૂન શરૂ કરી છે. સોસાયટીના મહિલા સહિતના તમામ લોકો બે દિવસની આ અખંડ રામધુનમાં ભગવાનનું નામ જપીને મોરબીમાં સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

- text

 

 

- text