મોરબીના જેતપર ગામે તલવાર લઈને આવેલા શખ્સે એક્ટિવાને નુકસાન પહોચાડ્યું

- text


મોરબી : મોરબીના જેતપર ગામે માથાફરેલા શખ્સે તલવાર સાથે ધસી આવી ગાળો દઈને એક્ટિવાને નુકસાન પહોચાડ્યું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના જેતપર ગામે રહેતા વિમલભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના એકટીવા નં જીજે ૩૬ ડી ૪૧૧૭ લઈને નાસ્તો લેવા જતા હતા ત્યારે આરોપી રમેશ જીવા રહે. જેતપર વણકરવાસ વાળો હાથમાં તલવાર લઈને આવી ફરિયાદી અને તેની સાથે રહેલા મિત્રને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ ગાળો દેવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને એકટીવાના આગળના ભાગે નુકશાન કર્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

- text