મોરબી જિલ્લાના મોટા ભાગના ગંભીર ગુનાઓમાં પરપ્રાંતીયોનો હાથ : ડીજીપીને રજુઆત

- text


ઉદ્યોગોથી ઘરાયેલા જિલ્લાને અસામાજિક તત્વોનો અડ્ડો બનતા અટકાવવાની કોંગી અગ્રણીની માંગ

મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ઉદ્યોગો કાર્યરત છે. જેમાં હજારો પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. જેમાં અનેક પરપ્રાંતીય ગુનાખોરીમાં સંડોવાયેલા હોય છે. કામ કરતા તમામ પરપ્રાંતીય શ્રમિકોના આધાર પુરાવા સાથેનો બાયોડેટા નજીકના પોલીસ મથકે જમા કરાવવાના કાયદાનો ચુસ્તપણે અમલ થતો નથી. જેથી મોરબી જિલ્લો અસામાજિક તત્વોનો અડ્ડો બનવાની ભીતિ છે. જે અંગે પગલાં લેવા કોંગી અગ્રણીએ ડી.જી.પી. ને રજુઆત કરી હતી.

કોંગી અગ્રણી રમેશ રબારીએ રાજ્યના ડી.જી.પી.ને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગો છે. જેમાં હજારોની સંખ્યામાં બીજા રાજ્યમાંથી આવતા મજૂરો કામ કરે છે. તે પૈકી ઘણા ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. શ્રમિકોને અહીંના એકમોમાં અનધિકૃત લેબર કોન્ટ્રાકટ દ્વારા લાવવામાં આવે છે. જો કે આ તમામ શ્રમિકોને ઓળખ, આધારકાર્ડ સાથે વિગતવાર બાયોડેટા સંબંધિત પોલીસ સ્ટેશને આપવા ફરજીયાત હોવા છતાં તેનો ચુસ્તપણે અમલ થતો નથી.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ માસમાં એક બે વર્ષની બાળા પર દુષ્કર્મના ઇરાદે હત્યા, પાનવહ વર્ષની બાળા પર દુષ્કર્મના ઇરાદે હત્યા સહિતની ગુનાહિત પ્રવૃતિઓ થઈ છે. શ્રમિકોની પૂરતી ઓળખ કે ખરાઈ કર્યા વગર તેને મજૂરીએ રાખવાના ગંભીર પરિણામો આવી રહ્યા છે. મોરબી શાંત શહેર છે. ત્યારે આવા બનાવોથી મોરબી કલંકિત બને છે. લોકોમાં ભયનો માહોલ સર્જાઈ છે. જો કે આવા શ્રમિકોની કોઈ જ માહિતી જે તે સંબંધિત પોલીસ ખાતા પાસે હોતી નથી. ગુનો બન્યા બાદ આ પ્રશ્ન સામે આવે છે. આ બાબત ખાસ કરીને જિલ્લા શ્રમયુક્ત અને જિલ્લા શ્રમઅધિકારીના કાર્યક્ષેત્રમાં આવે છે.

કોઈ પણ એકમમાં જેની પાસે લેબર લાઇસન્સ ન હોય તેવા કોન્ટ્રાક્ટરો સામે ધોરણસરના પગલા લેવા જોઈએ. અથવા જો કોન્ટ્રાકટ ન હોય તો સીધી જ એકમની જવાબદારી રહે છે. તેથી આ વિસ્તારમાં કાનૂની શાંતિ જળવાઈ રહે અને અસામાજિકોને આવતા અટકાવી શકે તે માટે સામુહિક પ્રયાસ થવો જોઈએ તેમ જણાવ્યું હતું.

 

- text