મોરબીમાં આધુનિક સુવિધાથી સજ્જ બસપોર્ટ બનાવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : મોરબી જિલ્લો થઈ ગયો પરંતુ બસસ્ટેન્ડ એનું એ જ રહ્યું છે. મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે આધુનિક સુવિધાથી સજ્જ બસપોર્ટ બનાવવું જરૂરી છે. ત્યારે વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબીમાં બસપોર્ટ બનાવવાની માંગ કરી હતી.

વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લો બન્યા બાદ હાલનું બસ સ્ટેન્ડ આધુનિકતા ઝંખે છે. મોરબીમાં જિલ્લા લેવલનું બસસ્ટેન્ડ હોવુ જરૂરી છે. મોરબીનું નવું બસ સ્ટેન્ડ વર્ષોથી એ જ હાલતમાં છે. હાલ દિન પ્રતિદિન મુસાફરોનો ઘસારો વધતો જઇ રહ્યો છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે હાલના બસ સ્ટેન્ડની કાયાપલટ કરવી જરૂરી છે. મુસાફરોને મળતી સુવિધામાં વધારો કરવા માટે નવા બસસ્ટેન્ડને આધુનિક બસપોર્ટમાં તબદીલ કરવામાં આવે તે સમયની માંગ છે.

- text