મોરબીમાં લીલાપર રોડ નજીક મચ્છુ નદીના કાંઠેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ નજીક મચ્છુ નદીના કાંઠેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તારણમાં મૃતકની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌ શાળા પાછળ મચ્છુ નદીના કાંઠેથી અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પુરુષની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષ હોવાનું જણાઇ રહ્યું છે.

- text

પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ઉપરાંત જો કોઈ જાણીતી વ્યક્તિ લાપતા હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવાનું જણાવાયું છે.

 

- text