હળવદના અપહરણના ગુનામાં ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ દબોચ્યો

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા શખ્સને મોરબી એલસીબીએ વાંકાનેર નર્સરી થી થાનગઢ જવાના રસ્તેથી પકડી પાડ્યો હતો.

પેરોલ ફલોંસ્કવોડને મળેલ હકિકત આધારે મોરબી વાંકાનેર નર્સરી સામે થાનગઢ તરફ જવાના રોડ ઉપરથી હળવદ પોલિસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી મિથુનભાઇ ધનજીભાઇ કોઢીયા ઉવ-૨૦ રહેમુળ સાપકડા તા.હળવદ જી.મોરબી હાલ રહે.થાનગઢ વાળાને એલ.સી.બી. મોરબીએ પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text