યુવાનોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી પ્રેરણાદાયી શ્રધાંજલિ પાઠવી

- text


મોરબીના સ્કાય મોલ ખાતે સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે આયોજિત રક્તદાન કેમ્પમાં ૨૨૨ બોટલ રક્ત એકત્ર થયું

મોરબી : મોરબીમાં સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે આજે સ્કાય મોલ ખાતે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરતા કુલ ૨૨૨ બોટલ રક્ત એકત્ર થયું હતું.

- text

થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે આજે સ્કાય મોલ મોરબી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં રાજકોટની લાઈફ સંસ્થા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજના સહયોગથી દફતરી પરિવાર આયોજિત કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને કેમ્પના અંતે ૨૨૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે થેલેસેમીયા દર્દીઓ માટે વાપરવામાં આવશે કેમ્પને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ, વિક્રમભાઈ અને ડેનીશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text