મોરબીમાં આરએએફની ટીમે પોલીસ સાથે કરી ફ્લેગમાર્ચ

- text


સંવેદનશીલ અને અતિસંવેદશીલ વિસ્તારોની મુલાકાત લઈને નિરીક્ષણ કરાયું

મોરબી : મોરબીમાં શહેર પોલીસ સાથે અમદાવાદથી આવેલી આરએએફની ટીમના જવાનોએ ફ્લેગમાર્ચ કરી હતી. ઉપરાંત આરએએફની ટીમે સંવેદનશીલ અને અતિસંવેદશીલ વિસ્તારોની મુલાકાત લઈને નિરીક્ષણ પણ કર્યું હતું.

અમદાવાદના વસ્ત્રાપુરની આરએએફ પ્લાટુન ઉપકમાંડેન્ટ ઉગમા રામના નેતૃત્વ હેઠળ મોરબી જિલ્લાના પરિચય અભ્યાસ અર્થે પધારી છે. આ પરિચય અભ્યાસ હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોની મુલાકાત લેવામાં આવી રહી છે. જે અંતર્ગત આરએએફની પ્લાટુને મોરબી શહેર પોલીસ મથકોની પણ મુલાકાત લીધી હતી.

- text

આ દરમિયાન આરએએફ પ્લાટુનના જવાનોએ શહેર પોલીસ સાથે મળીને ફ્લેગમાર્ચ પણ યોજી હતી. સાથે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું. ઉપરાંત સ્થાનિક શાંતિ સમિતિના સદસ્યો સાથે બેઠક યોજી ભાઈચારાથી રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

- text