મોરબીના શનાળા ગામમાં ગોપી મંડળે વૃક્ષારોપણ કરી સ્મશાનને બનાવ્યું વૃંદાવન

- text


પાટીદાર સેવા સમાજના સહયોગથી સ્મશાનમાં પાણીનું પરબ, મંદિર તથા બાળકો માટે હીંચકા નખાયા

મોરબી : શનાળા ગામના પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વેરાન સ્મશાનભૂમિને વૃંદાવન જેવું બનાવવાનો શ્રમ યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં સ્મશાનમાં ૨૦૦ થી વધુ ફૂલ છોડ અને છાયાના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠંડા પાણીનું પરબ, મંદિર, તથા બાળકો માટે હીંચકા પણ બનાવાયા હતા.

ચાલુ વર્ષે પડેલી ભયંકર ગરમીથી બચવા માટે અને ગામને હરિયાળું બનાવવા માટે ગામના આગેવાનોએ સંકલ્પ કર્યો હતો.જેમાં ગામનું ગોપી મંડળ પણ જોડાયું હતું હાલમાં પવિત્ર પરષોતમ માસ ચાલી રહ્યો હોવાથી ગામની સ્ત્રીઓ સ્મશાનમાં જ ભગવાન પરસોત્તમની પૂજા અર્ચના તથા ધૂન ભજન કરે છે તેથી ગોપી મંડળ દ્વારા સ્મશાનની ભૂમિમાં જ વ્રુક્ષારોપણ કરવાનો નિર્ધાર કરાયો હતો સ્મશાનની પાછળની ૩ વીઘા જગ્યામાં ગોપી દીઠ એક એમ ૧૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કરાયું હતું જેમાં કરંજ, લીમડો, તુલસી સહિતના રોપાઓનું આજે બાલિકાઓ તથા ગોપીઓ દ્વારા વ્રુક્ષારોપણ કરાયું હતું.

- text

આ ઉપરાંત હજુ પણ બાકી રહેલી ૧૦ વીઘા જેટલી જગ્યામાં પણ પવિત્ર આયુર્વેદિક ઔષધી અને છાયાડાના વૃક્ષો વાવીને સ્મૃતિવન બનવવાનો સંકલ્પ કરાયો હતો. આ સેવાકાર્યમાં ગામના નરભેરામભાઈ શીરવી, ભાણજીભાઈ પાડલીયા, બાબુભાઈ, રજનીભાઈ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text