મોરબીમાં મુકબધીર બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

- text


સવારે લીલાપર રોડ પર બાળક મળી આવ્યા બાદ સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ કરતા વાલી સાથે મિલન થયું

મોરબી : મોરબીમાં શનિવારે સવારે લીલાપર રોડ પર અજાણ્યો મુકબધીર બાળક મળી આવ્યા બાદ મૂંઝવણમાં મુકાયેલ પોલીસે સોશ્યલ મીડિયાના સહારે બાળકના માતા પિતા સુધી પહોચવામાં સફળતા મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ શનિવારે સવારના સમયે લીલાપર રોડ પર એક ૮ વર્ષનો મુકબધીર બાળક મળી આવતા રીક્ષા ચાલક તાલુકા પોલીસ મથકે લાવ્યો હતો પરંતુ બાળક બોલી શકતો ન હોય માતા પિતા અંગે જાણકારી મેળવવામાં પોલીસ મુશ્કેલીમાં મુકાઈ હતી.

- text

બીજી તરફ પોલીસે સોશ્યલ મીડિયા મારફતે બાળકનો ફોટો વાયરલ કરતા આ બાળકના માતાપિતાની ભાળ મેળવવામાં સફળતા મળી હતી અને બાળક મૂળ બિહારના વતની અને હાલ લાલપર રહેતા સુનિલભાઈ વિવેકાનંદભાઈ સોરસિયાનો પુત્ર અનિકેત હોવાનું ખુલ્યું હતું.

વધુમાં તાલુકા પોલીસે જણાવ્યું હતું કે આ બાળક સવારે રમતા રમતા લાલપર ગામેથી બહાર નીકળી ગયો હતો અને રિક્ષામાં બેસી લીલાપર રોડ પહોંચી ગયો હતો જો કે સોશ્યલ મીડિયાના સહારે બાળક હેમખેમ માતા – પિતા સુધી પહોંચી જતા તાલુકા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

 

- text