મોરબીની રફાળેશ્વર ડમ્પિંગ સાઈટમાં કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં ભ્રષ્ટાચારનો આરોપ

- text


કોંગી અગ્રણીઓની કલેકટરને રજુઆત : સ્થળ મુલાકાત લઈને જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ડમપિંગ સાઈટમાં કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવામા થતી ગેરરીતિ મુદે કોંગી અગ્રણીઓએ કલેકટરને રજુઆત કરીને તેની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુ કાવર અને નગરપાલિકાના વિપક્ષી નેતા કે.પી.ભાગીયાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે રાજ્ય સરકાર તરફથી વર્ષ ૨૦૧૪માં રફાળેશ્વર ડમપિંગ સાઇટ ખાતે જી.યુ.ડી.સી. દ્વારા સેન્દ્રીય ખાતર બનાવવા રૂ.૧ કરોડ ફાળવી પ્રોજેકટ બનાવવા મોરબી નગરપાલિકાને મંજૂરી આપી આ પ્રોજેકટ અંતર્ગત દૈનિક એકત્ર કરેલા ૫૦ થી ૬૦ ટકા કચરા સામે દૈનિક ૧૦ થી ૧૩ ટનનું એગ્રી કિસાન કરી સેન્દ્રીય ખાતર બનાવવાનું આયોજન હાથ ધરાયુ હતું.

- text

જી.એન.એફ.સી. દ્વારા કેન્દ્ર સરકારને સંસ્થા મારફત આ ખાતર પ્રક્રિયામાં પ્રતિ ટન ૧૫૦૦ સબસીડી ચૂકવાઈ છે. જ્યારે છેલ્લા ૪ વર્ષનો હિસાબ તપાસીએતો રાજ્ય સરકાર તરફથી મળેલ ગ્રાન્ટનું રોકાણ અને દૈનિક ૧૩ ટનના એગ્રી કિસાન સામે મળેલ સબસીડીના જ રૂ.૧.૩૬ કરોડ ઉપજે પરંતુ છેલ્લા ૪ વર્ષમાં આવક નહિવત દર્શાવી પદાધિકારી- અધિકારીને ફાળવેલ ડીઝલ ખર્ચ ભાડા ભથ્થા અને સાઇટ ઉપરના કર્મચારીઓને પગાર, મેઇન્ટેનન્સ ખર્ચ સહિતનો અંદાજ લગાવીએતો અંદાજે રૂ.૩ કરોડનો ભ્રષ્ટાચાર થયાનું પુરવાર થાય છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને ૩૩/૬૭ ટકાના ધોરણે પેમેન્ટ ચૂકવી ખિસ્સામાં રકમ સેરવી લીધી છે. જ્યારે હવે પાપ છાપરે ચડીને પોકારે છે ત્યારે પોતાની જવાબદારી છે તે જાણી જોઈને સુવિધા ન આપી અને નગરપાલિકા લાઈટ પાણી આપવામાં નિષફળ ગઈ હોવાનું બહાનું આગળ ધરી એક કિલો ગ્રામ જેટલું પણ સેન્દ્રીય ખાતર ન બનાવી શક્યું તેવો સતાધિસો લુલો બચાવ કરી રહ્યા છે. તયારે રફાળેશ્વર ડમપિંગ સાઈટની સ્થળ મુલાકાત લઈને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text