મોરબીના ચકમપરમા રસોઈ બનાવતા યુવાન દાઝયો

- text


મોરબી : મોરબીના ચકમપર ગામે રસોઈ બનાવતી વેળાએ પ્રાઈમસમાં ભડકો થતા યુવાન દાઝી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ચકમપર ગામે રહેતા હેમંત મગનભાઈ ચૌહાણ ઉ.૩૦ નામનો યુવાન રસોઈ બનાવતો હતો ત્યારે પ્રાઈમસમાં અચાનક ભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટના અંગે રાજકોટ પ્ર.નગર પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ માટે મોરબી પોલીસને જાણ કરી છે.

- text

- text