મોરબી જિલ્લામાંથી વિદેશ કામ કરવા જતાં લોકો માટે રોજગાર વિભાગે જાહેર કર્યા સૂચનો

- text


મોરબી : મોરબી જિલ્લામાંથી રોજગાર અર્થે વિદેશ જતા લોકો જોગ રોજગાર વિભાગ દ્વારા સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને માન્યતા પ્રાપ્ત એજન્ટ મારફત જ વિદેશ જવું તેમજ ત્યાં પહોંચીને પ્રથમ ભારતીય દુતાવાસનો સંપર્ક સાધવાનું જણાવાયું છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશ જવાવાળા ભારતીય શ્રમિકો માટે સેફ ઍન્ડ લીગલ મિગ્રેશન ઇન સ્ટેટ્સ અંતર્ગત કેટલીક જરુરી સુચનાઓ પ્રસિદ્દ કરવામાં આવેલ છે જે અન્વયે મોરબી જિલ્લાના શ્રમિકોએ વિદેશમાં નોકરી મેળવવા માટે માત્ર વિદેશ મંત્રાલય દ્વારા માન્યતા મેળવેલ એજન્ટોના માધ્યમથીજ જવું, ખોટા એજન્ટો દ્વારા ન જવું જેમાં ફસાવાની શક્યતાઓ હોય છે, જતા સમયે કોઇ પણ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ પેકેટ ન લઇ જવા, જેમાં ફસાવાની શક્યતાઓ હોય છે, જતા પહેલા કાર્યનું પ્રશિક્ષણ મેળવીને જવું. જઇને તુરત જ ભારતીય દુતાવાસનો સંપર્ક કરવો.

- text

આ અંગેની વધુ જાણકારી માટે ભારતીય દુતાવાસના ટોલ ફ્રી નં.૧૮૦૦૧૧૩૦૯૦ ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

- text