હળવદમાં ૧૦ કરોડના ખર્ચે ખારીવાડી વિસ્તારમાં પાણીનો ટાંકો તેમજ સમ્પનું લોકાર્પણ

- text


ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરીજનોની પીવાના પાણીની સમસ્યાનો સુખદ અંત : નગરજનોમાં આનંદ

હળવદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં ક્યાંય પાણીની અછત કે સમસ્યા ન વર્તાય તે સંદર્ભે નગરપાલિકા દ્વારા દશ કરોડના ખર્ચે ખારીવાડી વિસ્તારના વોર્ડ નંબર ૧માં પાણીનો ટાંકો તેમજ સંપનુ નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ શ્રીફળ વધેરાયા બાદ સમ્પનું વાલ્વ ચાલુ કરી શુભારંભ કરવામાં આવતા શહેરીજનોને જે ૩૦ વર્ષથી પીવા લાયક પાણીની સમસ્યા હતી તેનો આજે સુખદ અંત આવતા શહેરીજનોમા આનંદની લાગણી પ્રસરી હતી.

હળવદના શહેરીજનોની સુખાકારી માટે બ્રાહ્મણી ડેમ-૧માંથી પાણીની લાઇન નાખી જે આજરોજ વોર્ડ નંબર ૧ના ખારીવાડી વિસ્તારમાં પાણીનો સમ્પ શરૂ થતાં શહેરને પીવા લાયક પાણીની ૩૦ વર્ષની સમસ્યાનો સુખદ અંત લાવતાં આજે પુર્વ પાલિકા પ્રમુખના હસ્તે શ્રીફળ વધેરાયુ હતું તેમજ ભાજપ શહેર પ્રમુખ અને પાણી પુરવઠા ચેરમેનના વરદ્ હસ્તે સંપનો વાલ્વ ખોલીને પાણી વિતરણ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

- text

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, નગરપાલિકા ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, પાણી પુરવઠા ચેરમેન વનિતાબેન કમલેશભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, રમેશભાઈ ભગત, મહેશભાઈ દલવાડી, મોહનભાઈ પરમાર, અવનીબેન જોષી સહિતના આ કાર્યક્રમ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.

- text