મોરબી : પાણી છાંટતી વેળાએ નીચે પટકાયેલા યુવકનું મોત

- text


મોરબી: મોરબીમાં સીરામીક ફેકટરીમાં દીવાલ પર પાણી ચડીને પાણી છાટી રહેલા યુવકનો પગ લપસી જવાથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ રોલજા વિટ્રીફાઇડ સિરામીક કારખાનામા કામ કરતો ઈમરાનભાઈ ઉસમાનભાઈ ચૌધરી ઉવ.૩૦ નામનો યુવક દીવાલ પર ચડીને પાણી છાંટી રહ્યો હતો. તર વેળાએ યુવક નો પગ લપસી જતા નીચે પટકાયો હતો. જેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text