મોરબીમાં ૧૮મીથી આઠ દિવસ યોગ પ્રશિક્ષણ શિબિર

- text


હરિદ્વારથી ખાસ પધારેલા યોગાચાર્ય રામસિંહજી યાદવ યોગ અંગેનું પ્રેકટિકલ જ્ઞાન આપશે

મોરબી : મોરબીમાં શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા કન્યા છાત્રાલય કેમ્પસ ખાતે પંડિત રામશર્મા આચાર્ય પ્રેરિત દેવસંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વાર અને ગાયત્રી પરિવાર દ્વારા આગામી તા.૧૮ થી ૨૫ દરમિયાન યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર દરરોજ સવારે ૫ થી ૭ સુધી યોજાશે

- text

યોગ શિબિરમાં પ્રજ્ઞા યોગ, પ્રાણાયામ , ધ્યાન, મુદ્રા , સૂર્યનમસ્કારના વિવિધ સંસ્કારો નું થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન હરિદ્વારથી ખાસ પધારેલા યોગાચાર્ય રામસિંહજી યાદવ દ્વારા આપવામાં આવશે. આ યોગ શિબિરમાં કોઈ પણ ભાઈઓ બહેનો વિના મૂલ્યે ભાગ લઈ શકશે. દરેક શિબિરાર્થીઓએ આસન પટ્ટો, પાણીની બોટલ, નેપકીન તથા નોટપેન સાથે લાવવાની રહેશે. આ શિબિરનો લાભ લેવા વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, વાઘપરા અને પટેલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

- text