મોરબી : કારમાંથી અડધી બોટલ વોડકા સાથે એક ઝડપાયો

- text


પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતનો વોડકા દારૂ અને પાંચ લાખની કાર જપ્ત કરી

મોરબી : ઉનાળામાં વોડકા દારૂ પીવાના શોખીન એવા એકને મોરબી એ ડિવિઝન પોલીસે નવા બસ સ્ટેન્ડ સામેથી ઝડપી લઈ રૂપિયા ૨૦૦ ના દારૂ સાથે પાંચ લાખની કાર જપ્ત કરતા ચકચાર જાગી હતી.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના શનાળા રોડ નવા સબસ્ટેશન સામેના ભાગે આવેલ મનાલી ગેસ્ટહાઉસ નીચેના ભાગે પાર્કીંગની ખુલ્લી જગ્યામાં મહેશભાઇ ગોકળભાઇ મેવા જાતે ઉવ.૨૯ પોતાના કાર રજી.નં.જીજે૩૬ એફ ૩૮૬૪ વાળીમાં અંગ્રેજી દારૂ (વોડકા) ની ૭૫૦ એમએલની કાચની બોટલમાં ૪૦૦ એમ.એલ.જેટલુ કેફી પ્રવાહી સાથે મળી આવતા અંગ્રેજી દારૂ (વોડકા) ની કી.રૂ.૨૦૦/- તથા કારની કી.રૂ.૫,૦૦,૦૦૦/- સાથે કુલ કી.રૂ.૫,૦૦,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ગુનો કરતા એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text