લૂંટાવદર ગામ નજીક કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઈ

- text


મોરબી : મોરબીના લૂંટાવદર ગામ નજીક આજે એક કાર કોઈ કારણસર સંતુલન ગુમાવી વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લૂંટાવદર ગામના પાટિયા પાસે આવેલા ગેટ નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.જેમાં જળ નીચે બેઠેલા ડાયાભાઇ સીદાભાઈ વાધેલા ઉ.વ. 72 કાર ની ઝપટે ચડી જતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે. બનાવ અંગે GJ3TC 705 નંબર ની કાર ચાલાક સામે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

t

- text