મોરબી જિલ્લાના ૨૦ પોલીસકર્મીઓની બઢતી

- text


૧૧ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે તેમજ ૯ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપતા જિલ્લા પોલીસ વડા

મોરબી: જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૯ હેડ કોન્સ્ટેબલ ને એસ.એસ.આઈ અને ૧૧ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા જ્યપાલસિંઘ રાઠોડ દ્વારા જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયાર ધારી ૯ હેડ કોન્સ્ટેબલ ને એસ.એસ.આઈ તરીકે બઢતી આપવમાં આવી છે તેમજ જિલ્લામાં ફરજ બજાવતા ૧૧ પોલીસ કોન્સ્ટેબલ ને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવમાં આવી છે. જેમાં બઢતી થયેલા તમામ સ્ટાફને હાલ જે પોલીસ સ્ટેશનમાં કામ કરે છે તે જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવની રહશે .પોલીસ કર્મીઓ ને બઢતી મળતા પોલીસ બેડાં માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

વાંકાનેર શહેરના મનસુખભાઈ દેગામડીયા, જિલ્લા હાઇવે ટ્રાફિકના દેવીસંગ બારહટ, મોરબી સીટી બી ડિવિઝનના ગિરિકુમાર મારુણીયા, સીટી ટ્રાફિક શાખાના કિશોરભાઈ સોલગામા, વાંકાનેર શહેરના વિઠ્ઠલભાઇ સારદિયા, ટંકારાના મુકેશભાઈ જોગરાજીયા, મોરબી સીટી એ ડિવિઝનના કિશોરકુમાર મિયાત્રા, માળિયાના રતિલાલ ગરચર, પોલીસ હેડ ક્વાર્ટરના સંજયભાઈ મેયડ, મોરબી સીટી બી ડિવિઝનના ક્રિપાલસિંહ ચાવડા અને પોલીસ હેડ ક્વાર્ટરના નિલેશકુમાર મંઢને અનાર્મ કોન્સ્ટેબલ માંથી અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

- text