મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનોનો ત્રાસ

- text


ગેઈટ પાસે વાહનો ખડકાતા સર્જાઈ છે ટ્રાફિક : ૧૦૦ મીટર ત્રીજિયના નિયમનો ખુલ્લેઆમ ભંગ

મોરબી : મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે ઘણા લાંબા સમય થી ખાનગી વાહનોનો ગ્રહણ લાગેલો છે. જૂના બસ સ્ટેન્ડ આસપાસ ૧૦૦ મીટર દૂર રહેવાના જાહેરનામુ અમલમાં હોવા છતાં આ વાહનો જાહેરનામાની ઐસીતૈસી કરીને બસ સ્ટેન્ડમાંથી મુસાફરોના ઉઘરાણા કરે છે. છતા જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

- text

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક વર્ષો થી ખાનગી વાહનોનો ત્રાસ રહ્યો છે.જૂના બસ સ્ટેન્ડ ના ગેઇટ પાસે પેસેન્જર મળવાની લ્હાય માં ખાનગી વાહનો ખાસ્સો સમય ઊભા રહે છે.જેથી ત્યાં ટ્રાફિક સર્જાય છે. ખાસ કરીને એસટી બસોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડે છે. ખાનગી વાહનો ચલાવતા લોકો બસ સ્ટેન્ડ અંદર પ્રવેશી બૂમો પાડીને પેસેન્જર ને ખેંચી જાય છે. જાણે કોઈ રોકવા વાળું કે ટોકવા વાળું ન હોય તે રીતે ખાનગી વાહન ચાલકો પેસેન્જર ના ઉઘરાણા કરી જાય છે.

આ અંગે ઘણી વખત ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ જતા જવાબદાર તંત્ર એ એક બે દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની લે છે.અહી ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં ખાનગી વાહન ચલાવનારાઓ મનમાની કરે છે.

- text