મોરબી થી રામેશ્વરની પદયાત્રા કરતા ત્રણ વૃદ્ધ મિત્રો

- text


૫૧ દિવસમાં ૩૦૦ કિલોમીટરની કઠિન યાત્રા હેમખેમ પૂર્ણ કરી

મોરબી : ઘડપણમાં લાકડીના ટેકે ચાલવાની ઉંમરે મોરબીના ત્રણ યુવાન વૃધ્ધો મોરબી થી રામેશ્વરમની પદયાત્રા ૫૧ દિવસમાં પૂર્ણ થઈ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે

સામાન્ય રીતે બે ડગલાં પણ ચાલવા મુશ્કેલ થતી હોય તેવી ઘડપણની ઉંમરે મોરબીના 3 વયોવૃદ્ધ મિત્રોએ મોરબી થી રામેશ્વર ની કઠિન યાત્રા કરવા નક્કી કરી ૫૧ દિવસમાં ૨૩૦૦ કિલોમીટરનું અંતર કાપી રામેશ્વર યાત્રા પૂર્ણ કરી હતી દરરોજ સરેરાશ ૪૫ ચાલતા આ યુવા વૃધ્ધોએ યાત્રા પરિપૂર્ણ કરી સૌ કોઈ આશ્ચર્યચકિત કરી દીધા છે.

મોરબીના નાની વાવડી ગામના વતની અને હાલ મોરબી સ્થાયી થયેલા નિવૃત પ્રાથમિક શિક્ષક કરમશીભાઈ પડસુંબિયા તથા મોરબીના ભરતનગર ગામે રહેતા તેમના મિત્ર ભુદરભાઈ તથા વિઠ્ઠલભાઇએ કઠિન કહી શકાય તેવી મોરબીથી તામિલનાડુના રામેશ્વર સુધીની ૨૩૦૦ કિલોમીટરની પદયાત્રા વિના વિઘ્ને પૂર્ણ કરી હતી

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ આ ત્રણેય મિત્રોએ સપ્ટેમ્બર ૨૦૧૭ માં મોરબી થી હરીદ્વાર ની યાત્રા પણ સફળતાપૂર્વક ફક્ત ૨૮ દિવસમાં પૂર્ણ કરી હતી.

આમ, સામાન્ય રીતે ઘડપણમાં ઘરમાં બેસી રહેતા કે તકલીફોનો સામનો કરતા અન્ય વૃધ્ધોની સરખામણીએ મોરબીના આ ત્રણેય વૃદ્ધ મિત્રોએ હજારો કિલોમીટરની પદયાત્રા કરી અન્ય વૃદ્ધો માટે દીવાદાંડી સમાન ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text